Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર : ઇન્ડિયન રોડ કોંગ્રેસ-IRCનું વાર્ષિક સત્રનું આજથી મહાત્મા મંદિર ખાતે પ્રારંભ

Live TV

X
  • ઇન્ડિયન રોડ કોંગ્રેસ (IRC)નું 82મું વાર્ષિક અધિવેશન આજથી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે. આ  ચાર દિવસીય વાર્ષિક સત્રમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા વિષયો  પર ચર્ચા સંવાદ કરાશે અને સંશોધન પેપર રજુ કરાશે  આવતીકાલે ત્રીજી ડિસેમ્બરે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સત્રને સંબોધશે. 

    IRC સંમેલનમાં 4,000 થી વધુ એન્જિનિયરો હાજરી આપે તેવી અપેક્ષા છે. તેમના સિવાય, IIT, NIT, એન્જિનિયરિંગ કોલેજો અને સંશોધન સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકો પણ સત્રમાં હાજરી આપશે. સત્ર પહેલા, રાજ્યના આરોગ્ય મંત્રી  રૂષિકેશ પટેલે ગઈકાલે સાંજેમહાત્મા મંદિર ખાતે તકનીકી પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું. લગભગ 120 કંપનીઓ બાંધકામ અને માર્ગ પરિવહન ક્ષેત્રો સંબંધિત આધુનિક અને અત્યાધુનિક ટેકનોલોજી પ્રદર્શિત કરવા માટે પ્રદર્શનમાં ભાગ લઈ રહી છે. ઇન્ડિયન રોડ કોંગ્રેસ (IRC) એ દેશમાં ધોરીમાર્ગ એન્જિનિયર્સની સર્વોચ્ચ સંસ્થા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply