Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર કમલમ ખાતે યોજાઈ પ્રદેશ હોદ્દેદારોની બેઠક

Live TV

X
  • સદસ્યતા અભિયાન સહિત વિવિધ મુદ્દે કરાઈ ચર્ચા

    ભાજપા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં, તેમજ રાષ્ટ્રીય મહામંત્રી વી.સતીષજીની ઉપસ્થિતિમાં પ્રદેશ હોદેદારોની બેઠક યોજાઈ હતી. જેમાં આગામી સમયમાં નવા સભ્યોને ભાજપમાં કેવી રીતે જોડી શકાય તેવા વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત યોગ દિવસની ઉજવણી અંગે ચર્ચા તેમજ જનસંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિના દિવસથી, ભાજપા દ્વારા સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવશે તેની પણ વિગતે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા સહિત પ્રદેશ મહામંત્રીઓ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ સહિત જિલ્લા તેમજ મહાનગરના પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ પત્રકારોને સંબોધતાં પ્રદેશ પ્રમુખ જિતુભાઈ વાઘાણીએ રાજ્યસભાની ચૂંટણી અંગે કૉંગ્રેસે કરેલા આક્ષેપોના મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ અગાઉ કૉંગ્રેસે રાજ્યસભાની ચૂંટણીના મુદ્દે ચૂંટણી પંચની કામગીરી પર પ્રશ્ન ઉઠાવી સર્વોચ્ચ ન્યાયાલયમાં અરજી કરી છે


     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply