હજુ એક દિવસ ગુજરાતમાં લો પ્રેશરની અસર જોવા મળશે - હવામાન વિભાગ
Live TV
-
ગીર પંથકમાં પણ ભારે વરસાદના કારણે નદી-નાળાઓમાં પૂર આવ્યાં
વાયુ વાવાઝોડાનો ખતરો ભલે ટળી ગયો હોય પરંતુ વાયુ વાવાઝોડાથી સર્જાયેલા લો પ્રેશરની અસર જોવા મળી રહી છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્ર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સમગ્ર ગુજરાતમાં કયાંક ધોધમાર તો કયાંક ઝરમર વરસાદ જોવા મળ્યો. અમદાવાદમાં વીજળીના કડાકા અને પવન સાથે લગભગ 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તેમજ રાજકોટમાં 45 મીમી. જેટલા પાણી વરસ્યા હતા. ગીર પંથકમાં પણ ભારે વરસાદના કારણે નદી-નાળાઓમાં પૂર આવ્યાં છે.દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામા ધીમીધારે વરસાદની શરૂઆતથી નવસારી માં મુખ્ય માર્ગો તથા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા નગરજનો અને વાહનચાલકોને હાલાકી પડી હતી તેમજ ધોધમાર વરસાદ ખાબકતા શહેરમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા પ્રજાજનોને ગરમીથી રાહત મળી છે.સમયસર વરસાદનું આગમન થતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી. તો બીજી તરફ અરવલ્લી જિલ્લા મા પણ દિવસ દરમિયાન અને કેટલાક વિસ્તારો મા સાંજે વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લા ના ધનસુરા,બાયડ,મોડાસા અને ભિલોડા તાલુકા મા વરસાદ પડયો હતો. અરવલ્લી જિલ્લા ના ધનસુરા માં મોડી સાજે વરસાદ વરસતા રોડ પર અને નીચાણવાળા વિસ્તાર મા પાણી ભરાયા હતા.તો આમ સમગ્ર જિલ્લામાં કયાંક ઝરમર ઝરમર તો કયાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાયુ વાવાઝોડાના કારણે સર્જાયેલા લો પ્રેશરની અસર આગામી એક દિવસ સુધી જોવા મળશે.વાયુ વાવાઝોડાએ ભલે દિશા બદલી હોય પરંતુ તેની અસર થી ગુજરાત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે.
