Skip to main content
Settings Settings for Dark

રાજ્યસભાની પેટાચૂંટણીમાં અલગ મતદાન મામલે SCની પંચને નોટિસ

Live TV

X
  • કોંગ્રેસ દ્વારા તત્કાલ સુનાવણીની માંગણી કોર્ટે ગ્રાહ્ય રાખી,વધુ સુનાવણી 25મી જૂને થશે

    આજે કોંગ્રેસની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી.સુપ્રીમ કોર્ટે આ મામલે ચૂંટણી પંચને નોટિસ ફટકારી અને જવાબ માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 25મી જૂને થશે...આગામી પાંચ જુલાઈના રોજ રાજ્યસભાની બે બેઠકો પર પેટાચૂંટમી યોજાનાર છે..ચૂંટણીના જાહેર થયેલા કાર્યક્રમ મુજબ 18 જૂને રાજ્યસભાની ચૂંટણી માટે નોટીફીકેશન જાહેર કરાયુ હતુ..જ્યારે ફોર્મ ભરાવાની અંતિમ તારીખ 25 જૂન છે. 28 જૂન ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ અને 5 જુલાઇના રોજ ચૂંટણી યોજાશે.  5 જુલાઇએ જ ચૂંટણીની મતગણતરી થશે.આ બંને બેઠકો પર ભાજપ જ કબ્જો કરશે તેવું લાગી રહ્યું છે.જેથી અલગ અલગ મતદાન મુદ્દે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે..કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ રજૂઆત કરી છે કે ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બન્ને બેઠકોની પેટાચૂંટણી માટે અલગ મતદાન યોજાવાનો ચૂંટણી પંચનો નિર્ણય ગેરબંધારણીય છે.મહત્વનુ છે કે ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકો પૈકી ભાજપ પાસે 100, કોંગ્રેસ પાસે 75 અને સાત બેઠકો ખાલી છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply