ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા ગ્રામીણ સ્તરે વિવિધ સ્ટોકહોલ્ડર માટે યોજાયું વિશેષ જનજાગૃતિ અભિયાન
Live TV
-
ગુજરાતના પ્રાકૃતિક સંશાધન પર નિર્ભર સમુદાય માટે જળ વાયુ પરિવર્તન સામે અનુકૂલન સાધવા વિશેષ પ્રેરક મહાઅભિયાન
ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા ગ્રામીણ સ્તર પણ કામ કરતા વિવિધ સ્ટોકહોલ્ડર માટે વિશેષ જનજાગૃતિ અભિયાન. ગુજરાતના પ્રાકૃતિક સંશાધન પર નિર્ભર સમુદાય માટે જળ વાયુ પરિવર્તન સામે અનુકૂલન સાધવા વિશેષ પ્રેરક મહાઅભિયાન.
કચ્છના ખડીરને કૃષિ માટે પસંદ કરાયેલ છે, ઘાસચારા અને માલધારી માટે લાઈવલીહુડ મિશન અંતર્ગત કૌશલ્યતા નિર્માણ સહીત અબડાસા પંથકમાં ચેરના વૃક્ષની વૃદ્ધિ અને માછીઓ માટે વિશેષ પરિયોજનાઓ અંગે જણાવતા ગીર ફાઉન્ડેશન ના ડાયરેક્ટર આર. ડી.કમ્બોજ(રવિદત્ત કમ્બોજ) એ આ તકે જણાવેલ કે પાણી અને આજીવિકા સુરક્ષા અને નિવસનતંત્રના પુનહસ્થાપન દ્વારા પ્રતિકાર શક્તિમાં વૃદ્ધિ કરવી એવા પ્રેરક અભિગમ ઉદેશ્ય સાથે ગાંધીનગર ગીર ફાઉન્ડેશન આયોજીત આવા જ એક મહાઅભિયાન અંતર્ગત ખડીર પંથકના રણકાંઠાના અંતરિયાળ ગામમાં યોજાયેલ ગીર ફાઉન્ડેશન આયોજિત લાભાર્થીઓ મિત્રો સાથેના પ્રેરક વાર્ષિક અધિવેશન - વિશેષ બેઠક યોજાઈ.ઉલ્લેખનીય છે કે પ્રાકૃતિક સંશાધન પર નિર્ભર સમુદાય માટે જળ વાયુ પરિવર્તન સામે અનુકૂલન સાધવા અને પ્રતિવર્ષ સ્થળાંતર કરતા સમુદાય ને સ્થાનીય સ્તર પર જ રોજગારી મળી રહે અને સ્વાનિર્ભર બની અન્ય માટે પણ પ્રેરણારૂપ બને તેવા મહાઉદેશ્ય સાથે આવા સ્તૃત્ય પ્રયાશ આવકારદાયક લેખી ભારત સરકાર દ્વારા પણ આવા વિશેષ પ્રેરક મહાઅભિયાન તેને સતત પ્રોત્સાહન આપવામાં આવતા હોય છે માનવમાં આવે છે અને તે માટે તેમને વિશેષ રાશિ પણ ફાળવવામાં આવતી હોય છે .
ગાંધીનગર ગીર ફાઉન્ડેશન દ્વારા વિવિધ લક્ષી પ્રેરક કર્યો સાથે ખાસ કરીને ગ્રામીણ સ્તર પર વિવિધ લક્ષી પ્રેરક કર્યો કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને અંતરીયાળ વિસ્તારમાં પાણી રિચાર્જ -કુવા બનાવવા સહીત કૃષિ લક્ષી તેમજ ગ્રામીણ મહિલાઓ માટે સ્વાનિર્ભર બની પગભર બને તેવા ઉદાત્ત હેતુ સાથે પશુપાલનથી લઇ વિવિધલક્ષી તાલીમ શિબિર અને લોન સહીત જરૂરી માર્ગદર્શન અને સલાહ સૂચન તેમજ આ અંગે ગીર ફાઉન્ડેશનના અધ્યક્ષ સહીત ગ્રામીણ સ્તર પર કાર્યકર્તાઓ અને સહયોગી દ્વારા પ્રેરક પ્રયાશ કરવામાં આવતા હોય છે. જે અંતર્ગત આવા જ એક સ્તૃત્ય પ્રયાસ વચ્ચે તાજેતરમાં રાજ્યના દુર્ગમ અંતરિયાળ વિસ્તારમાં કાર્યરત ગિરફાઉન્ડેશન સાથે સન્કળાયેલ સદસ્યોની વાર્ષિક મિટિંગ યોજાયેલ, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામ સદસ્યો અને ગામના સરપંચો સહીત સ્ટોકહોલ્ડર્સને આ વાર્ષિક મિટિંગમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રસંગોચિત માર્ગદર્શન અને સીધા આદાન પ્રદાન રૂપ સેતુ રચાયેલ।.
ગીરફાઉન્ડેશન ગાંધીનગરના નેજામાં ચાલતા આવાજ એક અંતરિયાળ વિસ્તારના ક્લસ્ટરમાં ઉપસ્થિત ગીર ફાઉન્ડેશનના સદસ્યો, સ્થાનીય ગ્રામજનો, સરપંચમિત્રો સહીત જાગૃત નાગરિકો અને મોટી સંખ્યામાં લાભાર્થી ભાઈ બહેનો હાજર રહેલ। આ ટકે ઉપસ્થિત મહાનુભાવો અને કૃષિ યુનિવર્સીટીના તજજ્ઞો દ્વારા પ્રસંગોચિત માર્ગદર્શન આપવામાં આવેલ.
ગ્રામીણ વિસ્તારમાં વિવિધલક્ષી ગ્રામોથાનની વિવિધ લક્ષી પ્રવૃતિઓના પ્રેરક અભિગમના સુંદર પરિણામ સ્વારૂપ સ્થાનીય અંતરિયાળ વિસ્તારમાં રહેતા આવા અનેક વિધ લાભાર્થીઓ માટે આવા ક્લસ્ટર અને સેવાકીય પ્રવૃતિઓના સુંદર પરિણામ સાથે પશુપાલન, વૈજ્ઞાનિક અભિગમ સાથે કૃષિમાં બમણી આવક તેમજ ખાસ કરીને રણપ્રદેશમાં પાણી અંગે એક નવતર પહેલ સાથે ભારત સરકારના મહાઅભિયાનના ભાગરૂપ આવી પ્રેરક પ્રવૃત્તિ ખરેખર સાચા અને સારા અર્થમામાં કાર્યરત બને તો આમ જનતા માટે કઈ રીતે આશીર્વાદરૂપ બને અને સ્થાનીત લોકોના સ્વારોજગાર સાથે ઇકો ટુરિઝમ સહીત ખાસ કરીને પ્રતિવર્ષ માઈગ્રેશન સ્થળાન્તર કરવા જેવી પરિસ્થિતિ સામે ઘર આંગણે જ સ્વાનિર્ભર બને તેવા સ્તૃત્ય પ્રયાશ સંસ્થાનો મુખ્ય ઉદેશ્ય.
આ વાર્ષિક વિશેષ અધિવેશનમાં ગીર ફાઉન્ડેશનના આરડી કામ્બોજ, નાબાર્ડના ઉપનિદેશક સરસ્વતી, રમેશ ચુગ, વનસંરક્ષક શ્રી જાડેજા, ચેતન પટેલ, કૃષિવિદ બારડ, શ્રી સિપાઈ સહીત ખડીર વિસ્તારના સરપંચો અને અમરાપર, ગઢડા, ગણેશપર, બામભણીયા, જણાન, કલ્યાણપર, ચાપર, ધોળાવીરા, ખારોડા સહીત આજુબાજુના ગ્રામીણ વિસ્તારના લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. આ અંગે સ્થાનીય અવધૂત ફાઉન્ડેશન સન્સ્થાન અને ગિરફાઉન્ડેશનના તમામ સાથી સદસ્યોએ જહેમત ઉઠાવેલ.
