પાટણના હારીજ ખાતે યોજાયો કૃષિમેળો તથા પશુ આરોગ્ય કેમ્પ યોજાયો
Live TV
-
પાટણ જીલ્લાના હારીજમાં આવેલા એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે કૃષિમેળો તેમજ પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ
પાટણ જીલ્લાના હારીજ ખાતે આવેલા એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે કૃષિમેળો તથા પશુ આરોગ્ય કેમ્પ યોજાઈ ગયો. સમી પ્રાંત ઓફિસર રીટાબેન અને તાલુકા પંચાયત ના પ્રમુખ ગનીબેનની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કૃશીમેલામાં ખેડૂતોને જૈવિક ખેતી ,સુક્ષ્મ પિયત પદ્ધતિઓ તેમજ વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અપનાવી ખેતીની આવક બમણી કરી શકાય તે માટેનું માર્ગદર્શન અપાયું હતું .
દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટણ જીલ્લાના હારીજમાં આવેલા એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે કૃષિમેળો તેમજ પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ મેળામાં, ખેડૂતોને જૈવિક ખેતી, સુક્ષ્મ પિયત પદ્ધતિઓ તેમજ વૈજ્ઞાનિક ખેતીની પદ્ધતિઓ અપનાવી, ખેતીની આવક કેવી રીતે બમણી કરી શકાય તે માટેનું માર્ગદર્શન અપાયું હતું.
સરકાર છેલ્લા પંદર વર્ષથી કૃષિ મહોત્સવ થકી ખેડૂતોને સતત માર્ગદર્શન આપી રહી છે જેના પરિણામે આજના યુવાનો ખેતી કરીને ગૌરવ અનુભવી રહ્યા છે.
ખાસ કરીને આ મેળામાં જૈવિક સેન્દ્રીય ખાતર બનાવતા સ્થાનિક યુવાનનો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. ગ્રેજ્યુએટ થયા બાદ કામલપુર ગામના નિકુલે માતાના પશુપાલનના વ્યવસાય અને પિતાની ખેતી જોયા બાદ નવું ઇનોવેશન કરી જૈવિક ખાતર બનાવી વર્ષે ૫ લાખની કમાણી અળસિયાનું ખાતર વેચી કમાય છે .
