ગાંધીનગર ખાતે જમીન માપણી અંગે કમિટીની પ્રથમ સમીક્ષા બેઠક યોજાઇ
Live TV
-
આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટની બેઠકમાં જમીન માપણી અંગે બનેલી કમિટીની પ્રથમ બેઠકની સમીક્ષા કરવામાં આવી હતી. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતો દ્વારા મહેસૂલ વિભાગ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
તે અંગે પુનઃવિચારણા કરવામાં આવશે. તેમજ તેમણે ઉમેર્યું હતું કે નદી, નાળા, ગોચર, પડતર જમીનની નવેસરથી માપણી કરવા સરકારે ટેન્ડર પ્રક્રિયા દ્વારા 9 કંપનીઓને સર્વેની કામગીરી સોંપી હતી. માપણીની પ્રક્રિયામાં નાની મોટી ટેકનિકલ ભૂલ હશે તો તેની પણ નોંધ લેવામાં આવશે. ઉપરાંત કેબિનટ અંતર્ગત નિર્ણય લેવામાં આવ્યો હતો કે ગુજરાત વિધાનસભાનું બે દિવસીય ચોમાસુ સત્ર આગામી 18 અને 19 સપ્ટેમ્બરના રોજ યોજાશે.
