ગાંધીનગર ખાતે ભારતમાં એનર્જી ટ્રાન્ઝિશન - રોડ ટ્રાવેલ્ડ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ અહેડ પર બે દિવસીય રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સનો શુભારંભ
Live TV
-
ગાંધીનગર ખાતે ભારતમાં એનર્જી ટ્રાન્ઝિશન - રોડ ટ્રાવેલ્ડ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ અહેડ પર બે દિવસીય રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સનો શુભારંભ
ગાંધીનગર ખાતે ભારતમાં એનર્જી ટ્રાન્ઝિશન - રોડ ટ્રાવેલ્ડ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ અહેડ પર બે દિવસીય રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સનો શુભારંભ થયો છે. કેન્દ્રીય ઊર્જા-નવી અને નવીનીકરણીય મંત્રી આર કે સિંહે રાજ્યના ઊર્જા પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં શુભારંભ કર્યો હતો. આ પરિષદમાં કુલ 5 સત્રો યોજાશે. જેમાં રીન્યૂએબલ સેક્ટરના મહત્વના પાસાઓ પર વિચાર વિમર્શ થશે. જેમાં દેશ વિદેશમાંથી પાવર અને રિન્યુએબલ એનર્જી સેક્ટરના પહેલની વિવિધ દિશામાં કામ કરી રહેલ 250 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા તથા ઊર્જા સંક્રાંતિને સરળ બનાવવાના ગુજરાતના મહત્વાકાંક્ષી વિઝન સાથે આગળ વધવાનો છે. આ રીન્યૂએબલ પરિષદ ગ્રીડ એકીકરણ, ધિરાણ સાધનો અને સહાયક માળખાકીય સુવિધાઓ વિકસાવવા સંબંધિત પડકારોને સંબોધીને પુનઃપ્રાપ્ય ઊર્જાના પ્રવેશને વધારવા પર ભાર મૂકે છે.
