Skip to main content
Settings Settings for Dark

IRCનું વાર્ષિક સત્ર આવતીકાલથી 5 ડિસેમ્બર દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે

Live TV

X
  • IRCનું વાર્ષિક સત્ર આવતીકાલથી 5 ડિસેમ્બર દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે

    ઇન્ડિયન રોડ કોંગ્રેસ-IRCનું વાર્ષિક સત્ર આવતીકાલથી 5 ડિસેમ્બર દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં માર્ગને લગતા વિવિધ વિષયો પર ચર્ચા અને સંશોધન પત્ર રજૂ કરાશે. આગામી 3 ડિસેમ્બરે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમને સંબોધિત કરશે. ઇન્ડિયન રોડ કોંગ્રેસના આ વાર્ષિક સત્રમાં IIT, NIT અને અન્ય જાણીતી એન્જિનિયરિંગ કૉલેજ અને સંશોધન સંસ્થાઓના વિદ્યાર્થીઓ તેમજ વૈજ્ઞાનિકો સહિત આ ક્ષેત્રના હિતધારકો માટે ટેક્નિકલ સત્રો યોજાશે. આ અધિવેશનમાં દેશભરમાંથી 4 હજારથી વધુ એન્જિનિયર્સ સામેલ થશે. આવતીકાલે રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ એક ટેક્નિકલ પ્રદર્શનને ખુલ્લું મુકશે. મહાત્મા મંદિર ખાતે યોજાનાર આ પ્રદર્શનમાં દેશભરની રોડ અને બ્રીજથી સંલગ્ન ઉદ્યોગોમાં સંકળાયેલી 120થી વધુ કંપનીઓ જોડાશે. ઇન્ડિયન રોડ કોંગ્રેસ (IRC) એ દેશમાં હાઇવે એન્જિનિયર્સની સર્વોચ્ચ સંસ્થા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા વર્ષ 2004માં ગુજરાતમાં IRCનું સત્ર યોજવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply