Skip to main content
Settings Settings for Dark

પાટણના માંડોત્રી ગામે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' રથનો સ્વાગત સમારંભ યોજાયો

Live TV

X
  • સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને સ્થળ પર જ લાભ અર્પણ કરવામાં આવ્યા.

    જનહિતલક્ષી યોજનાઓના લાભથી કોઈપણ વ્યક્તિ વંચિત ન રહી જાય એ ઉદ્દેશ્ય સાથે સરકારની વિવિધ 17 જેટલી યોજનાઓનો પ્રચાર પ્રસાર કરતો 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' રથ સમગ્ર રાજ્યમાં ફરી રહ્યો છે. જે આજે પાટણ તાલુકાના માંડોત્રી ગામે આવી પહોંચતાં ગામવાસીઓ દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 

    'મેરી કહાની, મેરી જુબાની' અંતર્ગત પટેલ બાબુભાઈએ જણાવ્યું હતું કે; પી.એમ કિસાન યોજના સરકારની યોજના છે, જે અંતર્ગત 2000નો હપ્તો જમા થાય છે. જે હપ્તો મને નિયમિત મળે છે તે જ બીજા ખેડૂતોને પણ નિયમિત મળે છે. આ હપ્તો મળવાથી ખાતર અને ખેડ માટે ઉપયોગી બને છે. આ યોજના ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી છે તે બદલ હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું

    આ કાર્યક્રમ અંતર્ગત ઉજ્જવલા યોજનાના 10 લાભાર્થીઓને કીટ વિતરણ કરાઈ હતી. ટી.બી.ના 24 દર્દીઓનું સ્ક્રીનિગ કરવામાં આવ્યું હતું. જ્યારે 11 લાભાર્થીઓએ આયુષ્યમાન કાર્ડનો લાભ મેળવ્યો હતો.

    આ પ્રસંગે પ્રોબેશનરી આઇ.એ.એસ. અધિકારી વિદ્યાસાગર, સંગઠનનાં હોદ્દેદારો નંદાજી ઠાકોર, માજી સરપંચ નર્મદા પટેલ, પ્રમુખ સેવા સહકારી મંડળી કાનજીભાઈ પટેલ, એ.બી. પ્રેમલાની મદદનીશ ભૂસ્તશાસ્ત્રી, હેલ્થ ઓફિસર ઉપરાંત ગ્રામવાસીઓ  ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply