Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ પોલીસ એકેડેમીઝની 12મી કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે 12મી ઇન્ટરપા કોન્ફરન્સના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત વિશ્વભરના પોલિસીંગ ફિલ્ડના મહાનુભાવો, તજજ્ઞો અને કર્મીઓને સંબોધન કરી રહ્યા હતા. આ સંદર્ભે તેમણે કહ્યું હતું કે, ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ પોલીસ એકેડેમી 63 દેશની 80 પોલીસ એકેડમીઓને સાથે જોડીને પોલિસીંગને વૈશ્વિક સ્તરે નવી દિશા, નવું બળ આપી રહી છે.

    મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પોલીસ બળની જવાબદારી માત્ર સમાજમાં કાનૂન વ્યવસ્થા કે શાંતિ સલામતી જાળવવાની જ નથી. તે ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રેસ્ક્યુ અને સેફટી ઓપરેશન્સ તેમજ કુદરતી કે માનવસર્જિત અનેક આપદાઓમાં પણ પોલીસ દળ સતત કાર્યરત રહે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હંમેશા પોલીસ દળમાં બેસ્ટ પ્રેક્ટિસ અને તેના પોઝિટિવ ઇમ્પ્લીમેન્ટેશનને પ્રાથમિકતા આપી છે. વિશ્વની એકમાત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગુજરાતમાં તેમના દિશા-દર્શનમાં કાર્યરત છે.

    આ કોન્ફરન્સમાં વર્તમાન સમયને અનુરૂપ વિવિધ વિષયો પર જ્ઞાનસત્ર અને ચર્ચા-પરામર્શ થવાના છે તેની પણ મુખ્યમંત્રીએ સરાહના કરી હતી. મુખ્યમંત્રીએ એન.એફ.એસ.યુ. અને ઇન્ટરપાના સૌ અધિકારીઓને કોન્ફરન્સના ઉત્કૃષ્ટ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા.

    આ પ્રસંગે ઇન્‍ટરપાના સભ્ય દેશોના તજજ્ઞો, પોલીસ અધિકારીઓ, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, ગાંધીનગરના કેમ્પસ ડાયરેક્ટર, પ્રો.(ડો.) એસ.ઓ. જુનારે અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply