ગાંધીનગર - વાવાઝોડાની સંભવિત સ્થિતિને પહોંચી વળવા ઉચ્ચસ્તરીય બેઠક મળી
Live TV
-
ફોરેસ્ટ, ફિશરીઝ ,કોસ્ટગાર્ડ અને બચાવ દળોને એલર્ટ રહેવા અપાઈ સૂચના
રાજ્યમાં વાવાઝોડું ત્રાટકવાની આગાહીને પગલે સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા ,તંત્ર સજજ છે. આ અંગે ગાંધીનગર ખાતે ,મહેસૂલ અધિક મુખ્ય સચિવ ,પંકજ કુમારના અધ્યક્ષ સ્થાને, ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં ફોરેસ્ટ, પાવર તેમજ ફિશરિઝ વિભાગ ને ,એલર્ટ રહેવા જણાવ્યું હતું તો કોસ્ટગાર્ડ, એન.ડી.આર.એફ., આર્મીને પણ ,સજજ રહેવા, જણાવ્યું હતું. સાથે જ ,દરિયા માં ગયેલા માછીમારો ને ,પરત બોલાવવા ,સંદેશા આપી દેવા માં આવ્યા છે અને તમામ બંદર પર ,એક નંબર નું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર હાલમાં વેરાવળ થી 930 કિમી દૂર છે ,અને 12 તારીખે ,તે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ,અથડાઈ શકે છે
