હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે ગોલ્ડ મેડલ વિતરણ સમારંભમાં મુખ્યમંત્રી રહેશે હાજર
Live TV
-
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ગોલ્ડ મેડલ વિતરણ સમારંભ કાર્યક્રમ યોજાશે
પાટણ જિલ્લા મથક હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ગોલ્ડ મેડલ વિતરણ સમારંભમાં પરમ સન્માનીય રાજ્યપાલ મહોદયશ્રી તેમજ માન.મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં આ કાર્યક્રમ યોજાશે. તેમજ ડેર ગામ ખાતે ૧૪ જૂનના રોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે તેમજ તા.૧૬ અને ૧૭ જૂનના રોજ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાશે. તે અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું સુચારૂ આયોજન થાય તે અંગેની બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે જણાવ્યુ હતુ કે પાટણ જિલ્લામાં પરમ સન્માનીય રાજ્યપાલ મહોદયશ્રી ઉપસ્થિત રહેવાના હોઈ ઝેડ પ્લસ સુરક્ષા વ્યવસ્થા તેમજ પ્રોટોકોલને લગતી સુચનાઓનું પાલન યોગ્ય રીતે થાય, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કાર્યક્રમને અનુરૂપ મંડપ, સ્ટેજ, ડેકોરેશનની વ્યવસ્થા, હેલીપેડની ચકાસણી, મહાનુભાવોની સ્ટેજ પરની બેઠક વ્યવસ્થા, સમગ્ર કાર્યક્રમ દરમ્યાન વીજપુરવઠો જળવાઈ રહે તે માટેની તમામ વ્યવસ્થા, ખાદ્ય ખોરાકની ચકાસણી, ફાયર ફાયટર, પીવાના પાણીની વ્યવસ્થા, આંગણવાડીના પ્રવેશોત્સવને લગતી કામગીરી, સરકારી યોજનાઓના બેનર-પોસ્ટર વગેરે લગાવવા બાબતે વિવિધ સરકારી કચેરીઓ સાથે સંકલન વગેરે મુદ્દાઓની ચર્ચા હાથ ધરવામાં આવી હતી. તમામ કામગીરી ખુબ જ અગત્યની હોઈ ચીવટપૂર્વક કોઈપણ જાતની ક્ષતિ ન રહે તે પ્રમાણે કરવાની રહેશે વગેરે સુચનાઓ અધિકારીશ્રીઓને આપી હતી.
