Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં વાવાઝોડા માટે અપાયું એલર્ટ, વહિવટી તંત્ર અને સુરક્ષા ટીમો ખડે પગે

Live TV

X
  • સાયક્લોન દરમિયાન રાજ્ય સરકારના ત્રણ વિભાગો ફોરેસ્ટ, પાવર અને ફિસરિઝને એલર્ટ રહેવા માટે જે તે વિસ્તારોમાં તૈનાત થવા માટે જણાવામાં આવ્યું

    રાજ્યમાં વાવાઝોડાની પરિસ્થિતિને જોતા રાજ્ય સરકારના અધિકારીઓની બેઠક મળી હતી. સાઉથ સાઉથ ઇસ્ટ તેની મુવમેન્ટ નોર્થ નોર્થ ઇસ્ટ એટલે કે ગુજરાત તરફ છે. છે વેરાવળથી 930 કિમી દુર ડિપ્રેશન ડિપડિપ્રેશનમાં પરિવર્તિત થઇ છે. જે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે 12 તારીખે તેની અસર સૌરાષ્ટ્રના પર થશે. આ સાથે 4 ઇંચ સુધીનો વરસાદ પણ પડી શકે છે. તેની સાથે 80 થી 100 કિમિની ઝડપે પવનો પણ ફુકાવાનની પુરે પુરે શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

    રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે દરિયા કિનારાના જિલ્લા વહિવટી તંત્ર તેમજ રાજ્યની સુરક્ષાની ટીમોને ખડે પગે રહેવા માટે જણાવી દેવામાં આવ્યું છે. આ મામેલ ગાંધીનગર ખાતે આવેલ ડિઝાસ્ટર એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરિયા કિનારા પર 1 નંબરનું સિગ્નલ ચાલુ કરી દેવામાં આવ્યા છે. જે બોટ દરિયામાં છે તેને પરત બોલાવી લેવામાં આવી છે.

    સાયક્લોન દરમિયાન રાજ્ય સરકારના ત્રણ વિભાગો ફોરેસ્ટ, પાવર અને ફિસરિઝને એલર્ટ રહેવા માટે જે તે વિસ્તારોમાં તૈનાત થવા માટે જણાવામાં આવ્યું છે. દરિયાકા કાંઠાના વિસ્તારોના કલેક્ટરોને પણ આ અંગે જાણ કરી દેવામાં આવી છે. 

    આ સમગ્ર પરિસ્થિતિ પર રાજ્ય સરકારની નજર રાખવામાં આવી રહી છે. તેમજ સાયક્લોનની પરિસ્થિતિમાં કેવી રીતેના પગલા લેવા તે અંગેની માહિતી પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.  આર્મી, એરફોર્સ, કોસ્ટગાર્ડ  એચડીઆરએફ, એનડીઆરએફની ટીમોને પણ ખડે પગે રહેવા માટે જણાવવામાં આવ્યું છે.

    જામનગરમાં બુધવાર અને ગુરુવાર બે દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શહેરના બેડી બંદરે એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે તેમજ માછીમારોને દરિયો ના ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે 

    ગુજરાત રાજ્ય ના હવામાન ખાતા ના જણાવ્યા પ્રમાણે આગામી બુધવાર અને ગુરુવારે જામનગર સહિત સમગ્ર હાલારમાં છૂટો છાવાયો વરસાદ પડશે આજ સવારથી જ ગરમીનું પ્રમાણ વધ્યું છે ત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેસર બાદ સવારથી બેડીબંદર ઉપર એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે એટલું જ નહીં માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપવામ આવી છે અને દરિયામાં ગયેલી બોટને પણ પાછી બોલલાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply