ગિરનારના જંગલમાં ચંદનના વૃક્ષો કાપીને તસ્કરી કરતી ગેંગ ઝડપાઇ
Live TV
-
વન વિભાગે તપાસ કરી તો શિકારી ગેંગ હાથમાં આવી ગઈ, જોકે ગેંગના પુરૂષો ભાગવામાં સફળ થયા છે પરંતુ 12 જેટલી મહિલા શિકારીઓ અને બાળકોને ઝડપી લેવામાં સફળતા મળી છે.
જૂનાગઢ વન વિભાગને એક શિકારી ગેંગ ઝડપી પાડવામાં સફળતા મળી છે. મધ્યપ્રદેશના કુખ્યાત વિસ્તાર કટનીની આ ગેંગ છેલ્લા કેટલાક સમયથી ગિરનારના જંગલમાં ચંદનના વૃક્ષો કાપીને તસ્કરી શરુ કરી હતી, પરંતુ જયારે વન વિભાગે તપાસ કરી તો શિકારી ગેંગ હાથમાં આવી ગઈ, જોકે ગેંગના પુરૂષો ભાગવામાં સફળ થયા છે પરંતુ 12 જેટલી મહિલા શિકારીઓ અને બાળકોને ઝડપી લેવામાં સફળતા મળી છે. તમને જણાવી દઈએ કે, જૂનાગઢ વન વિભાગની ડુંગર દક્ષિણ રેંજમાં ગત માસે ચંદનના વૃક્ષોનું ગેરકાયદેસર કટીંગ કરી અને ચોરી કરવાનાં બે ગુના નોંધાયેલા હતા. જેની સઘન તપાસ દરમ્યાન વન વિભાગના આર.એફ.ઓ. સાથે ફિલ્ડ સ્ટાફે પેટ્રોલિંગ દરમ્યાન શંકાસ્પદ ઈસમોની પુછપરછ કરતાં મધ્યપ્રદેશની ટોળકીને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. જેમાં ગુનામાં મહત્વની ભૂમિકા ભજવનાર 12 મહિલાઓ, કે જે મોટા ભાગની મધ્યપ્રદેશના કટની તથા પન્ના જિલ્લાની રહેવાસી છે, આ વિસ્તારના આદિવાસીઓ સિંહના શિકાર માટે કુખ્યાત છે. 2007માં ગીર વિસ્તારમાં 8 જેટલા સિંહોના શિકારની ઘટના બની હતી ત્યારે આ વિસ્તારના જ શિકારીઓ ઝડપાયા હતા, એટલે વન વિભાગે ચારે તરફ પેટ્રોલિંગ પણ વધારી દીધું છે.
