ગિરિમથક સાપુતારામાં દિવાળી ફેસ્ટિવલનો પ્રારંભ
Live TV
-
શોભાયાત્રામાં ઢોલ નગારા અને ડાંગી નૃત્ય સંગીતની ઝલક જોવા મળી હતી
રંગારંગ સાંસ્ક્રૃતિક કાર્યક્રમની સાથે ગિરિમથક સાપુતારામાં દિવાળી ફેસ્ટિવલનો પ્રારંભ થઇ ચૂક્યો છે. વન અને આદિજાતિ મંત્રી રમણલાલ પાટકરે દીપ પ્રાગટ્ય કરી દિવાળી ફેસ્ટનો પ્રારંભ કરાવ્યો હતો. દિવાળી ફેસ્ટના પ્રારંભ પહેલા સાપુતારાના મુખ્ય સર્કલથી શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં ઢોલ નગારા અને ડાંગી નૃત્ય સંગીતની ઝલક જોવા મળી હતી તેમજ આ અવસરે લોકોએ આતીશબાજીનો પણ આનંદ ઉઠાવ્યો હતો. અનેકતામાં એકતાનો સંદેશ આપતા આ ફેસ્ટમાં દરેક રાજ્યના સહેલાણીઓ આવી રહ્યાં છે. ફેસ્ટના ઉદઘાટન પ્રસંગે ડાંગના ક્લેક્ટર બીકે કુમાર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
