ભાજપે 2019 ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી
Live TV
-
જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની તૈયારીઓ વિશે રણનીતિ ઘડાઈ
ભારતીય જનતા પાર્ટીએ 2019 ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. જેના અનુસંધાને ગાંધીનગર કમલમ્ ખાતે, લોકસભા ચૂંટણીમાં બીજેપીના વિસ્તારકો સાથે સમન્વય સાધી કઈ રીતે ફરી બધી જ બેઠકો જીતી શકાય, તેના ભાગરૂપે એક કાર્યકર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ, પત્રકારોને આ શિબિર અંગે માહિતી આપી હતી. તો જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની તૈયારીઓ વિશે પણ તેમણે માહિતી પુરી પાડી હતી
