Skip to main content
Settings Settings for Dark

રાજ્યના શ્રમયોગીઓ માટે દિવાળીની ભેટ, CMએ 8 કરોડના લાભ આપવાની કરી જાહેરાત

Live TV

X
  • આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આરોગ્ય રક્ષા માટે પાંચ નવી એમ્બ્યુલન્સ વેનનું લોકાર્પણ કર્યું હતું

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ,રાજ્યના 75,000 જેટલા શ્રમયોગીઓને, તેમના વિવિધ હક્કલાભના ,ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ પાસે રહેલા , 8 કરોડ રૂપિયાનો લાભ દિવાળી ભેટ તરીકે આપવાની શ્રમયોગી કલ્યાણલક્ષી જાહેરાત કરી છે. આ સંદર્ભે તેમણે જણાવ્યું હતું, કે રાજ્યના વિકાસમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર શ્રમયોગીઓના ,જે હક્કલાભનાં વણચૂકવાયેલા નાણાં આ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં રહેલા છે, તે શ્રમયોગીઓને પરત આપીને, દિવાળી પર્વનો ઉજાસ તેમના પરિવારોમાં પ્રગટાવવાનો ,ઐતિહાસિક નિર્ણય આ સરકારે કર્યો છે. મુખ્યમંત્રીએ અમદાવાદ ખાતે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડના ઉપક્રમે આયોજીત , સહાય ચેક વિતરણ કાર્યક્રમમાં, રાજ્યના વિવિધ એકમોમાં શ્રમદાન કરી રહેલા ,શ્રમયોગીઓના સંતાનોને શિક્ષણ સહાય , આરોગ્ય સહાય સહિત કુલ 4.50 કરોડના સહાય ચેકનું વિતરણ કર્યું હતું. મુખ્યમંત્રીએ, શ્રમશક્તિ રાષ્ટ્ર શક્તિ બને અને રાષ્ટ્રના વૈશ્વિક વિકાસનો આધાર બને તેવું પ્રેરણાદાયી આહવાન કરતાં, શ્રમિકોના પરિવારો - ભાવિ પેઢીને પણ તેજસ્વી બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આરોગ્ય રક્ષા માટે પાંચ નવી એમ્બ્યુલન્સ વેનનું લોકાર્પણ કર્યું હતું
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply