ટેકાના ભાવે ખરીદી કરવાની યોજના રાજ્યના ખેડૂતો માટે વધુ લાભદાયી
Live TV
-
માહિતી ખાતાની યાદીમાં જણાવાયું છે કે ખરીફ પાક મગફળી માટે ક્વિન્ટલ દીઠ રૂપિયા 4890 ટેકાનો ભાવ તેમજ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 110 વધારાનું બોનસ રાજ્ય સરકારે જાહેર કરેલું છે.
ખેડૂતો માટે રાજ્ય સરકાર સતત હિતલક્ષી નિર્ણયો લેતી રહી છે. ત્યારે કેટલાક તત્વો ખેડૂતોને ભરમાવી ભ્રામક વાતો ફેલાવી ખરેખર તો ખેડૂતોનું અહિત કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે જણાવ્યું છે કે પ્રવર્તમાન મગફળીના બજારભાવો જોતાં ટેકાના ભાવે ખરીદી કરવાની યોજના રાજ્યના ખેડૂતો માટે વધુ લાભદાયી છે. માહિતી ખાતાની યાદીમાં જણાવાયું છે કે ખરીફ પાક મગફળી માટે ક્વિન્ટલ દીઠ રૂપિયા 4890 ટેકાનો ભાવ તેમજ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 110 વધારાનું બોનસ રાજ્ય સરકારે જાહેર કરેલું છે આથી ખેડૂતોને નિયત ગુણવત્તાવાળી મગફળી આ યોજનામાં રજીસ્ટર્ડ ખેડૂતને વેચશે તો જાહેર કરેલ ટેકાનો ભાવ એટલે કે રૂપિયા 5000 પ્રતિ ક્વિન્ટલનો લાભ મળશે. ઉપરાંત નિયત કરેલા 122 કેન્દ્રો ખાતે જ ખેડૂતોએ નોંધણી કરાવેલી હશે તેવા ખેડૂતોની નિયત ગુણવત્તાવાળી મગફળી ખરીદવામાં આવશે અને તેમની મગફળીની વેચાણની રકમ સીધી જ ખેડૂતના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે. ભાવાંતર યોજનામાં રજીસ્ટર્ડ થયેલ ખેડૂતો પોતાની મગફળી માર્કેટયાર્ડમાં વેચાણ કરે તો ભાવાંતર યોજનાની જોગવાઈઓ મુજબ લાભ મળવાપાત્ર થાય છે.
