નાગરિક પરિવહન અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMCએ મેળવ્યા બે એવોર્ડ
Live TV
-
પહેલો એવોર્ડ શહેર પોલીસના સહયોગથી ટ્રાફિક મેનેજમેન્ટ માટે હાથ ધરવામાં આવેલી સ્ટ્રીટ મેનેજમેન્ટ ડ્રાઇવ માટે, જ્યારે બીજો એવોર્ડ બીઆરટીએસમાં ઓટોમેટિક ફેર અને ઇન્ટેલિજન્ટ ટ્રાન્ઝિટ સિસ્ટમ માટે આપવામાં આવ્યો છે.
કેન્દ્રીય ગૃહ અને શહેરી નિર્માણ બોર્ડ દ્વારા આયોજિત વાર્ષિક યુએમઆઇ કોન્ફરન્સમાં અમદાવાદ મહાપાલિકાને બે એવૉર્ડ એનાયત કરવામાં આવ્યા છે. જેમાંથી એક એવોર્ડ શહેર પોલીસના સહયોગથી ટ્રાફિક મેનેજમેન્ટ માટે હાથ ધરવામાં આવેલી સ્ટ્રીટ મેનેજમેન્ટ ડ્રાઇવ માટે જ્યારે બીજો એવોર્ડ બીઆરટીએસમાં ઓટોમેટિક ફેર અને ઇન્ટેલિજન્ટ ટ્રાન્ઝિટ સિસ્ટમ માટે આપવામાં આવ્યો છે. નાગપુર ખાતે યોજાયેલી કોન્ફરન્સમાં અમદાવાદ મહાપાલિકાના મેયર બિજલબેન પટેલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહ અને જોઇન્ટ પોલીસ કમિશનર અશોક યાદવે સ્વીકાર્યા હતા. જ્યારે બીઆરટીએસ વતી જનરલ મેનેજર દીપક ત્રિવેદીએ એવોર્ટ સ્વીકાર્યો હતો. મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ આ બંને એવોર્ડ મેળવવા બદલ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા હતા.
