દિવાળીના તહેવારને લઇને સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી રહેશે ખુલ્લુ
Live TV
-
સ્કુલ બસ લઈને આવતા પ્રવાસીઓ પોતાની બસ સાથે જઈ શકશે અને બાળકો માટે ઉઘરાવવામાં આવતી 30 રૂપિયા પ્રતિ બાળક પ્રવેશ ફી પણ નહીં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્યમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો ધસારો દિવસે ને દિવસે વધતો જાય છે. દર સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રાખવાનો રાજ્ય સરકારે નિયમ બનાવ્યો છે, પરંતુ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકો માટે ખુલ્લુ રાખવામાં આવશે. આ ઉપરાંત સ્કુલ બસ લઈને આવતા પ્રવાસીઓ પોતાની બસ સાથે જઈ શકશે અને બાળકો માટે ઉઘરાવવામાં આવતી 30 રૂપિયા પ્રતિ બાળક પ્રવેશ ફી પણ નહીં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
