CM વિજય રૂપાણીને હસ્તે વિદ્યાર્થીઓને નમો ઈ ટેબલેટનું વિતરણ
Live TV
-
જ્ઞાન ના યુગ માં ગુજરાતની યુવા શક્તિ વિશ્વ સાથે સ્પર્ધા કરીને માં ભારતીને વિશ્વ ગુરુ બનાવવા માં અગ્રેસર રહે-CM
GMDC ખાતે આજે મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે નમો ઇ ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે વિરોધીઓને જવાબ આપતાં પ્રાસંગિક ઉદબોધન કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણએ જણાવ્યું હતું કે, આ કોઈ ચૂંટણીલક્ષી નિર્ણય નથી. વિદ્યાર્થીઓને વધુ સક્ષમ બનાવવા માટે અને ટેકોનોલોજી સાથે કદમ મેળવી શકે માટે આ ગેજેટ દરેક વિદ્યાર્થીના હાથમાં હોય તે સમયની માંગ છે. આવનાર સમયમાં ગુજરાતની તમામ 60 યુનિવર્સિટીને વધુ સાધન સંપન્ન બને તે માટે ગુજરાત સરકાર કાર્યરત છે. સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે આવનાર સમયમાં શૈક્ષણિક સંસ્થાને વધુ સાધન સંપન્ન બનાવવા માટે ઇ લાઈબ્રેરી તેમજ ટેબલેટમાં જ તમામ સિલેબસનો સમાવેશ થઈ જાય તે વ્યવસ્થા અંગે પણ સરકાર વિચારી રહી છે. 2017માં ગુજરાત સરકાર દ્રારા ઇ ટેબલેટ વિતરણ માટેની જાહેરાત કરાઈ હતી. જે અંતર્ગત ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ માટે સરકાર દ્રારા 200 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. જીટીયૂમાં વિદ્યાર્થીઓને 4જી ટેબલેટ આપવામાં આવ્યા હતા. તેમણે ભવિષ્યમા 5જી ટેબલેટ આપવાનો વાયદો કર્યો હતો. આવનાર આ અવસરે તેમણે દિવાળી બાદ થનાર રેલેવે યુનિવર્સિટીના ખાતમુ્ર્હત અંગેની પણ જાહેરાત કરી હતી.
