ગીરમાં ગેરકાયદે લાયન શોની પ્રવૃત્તિ ડામવા અઠવાડિયાનું રેડ એલર્ટ
Live TV
-
ગામડાઓમાં વન વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ પણ યોજવામાં આવી રહી છે
દેશભરના પ્રવાસીઓનું સૌથી માનીતું પ્રવાસન સ્થળ એટલે ગીર. ગીરની આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર લાયન શોની પ્રવૃત્તિને ડામવા, દિવાળીના તહેવાર દરમિયાન એક અઠવાડિયાનું રેડ એલર્ટ જાહેર કરાયુ છે. સાથે જ ગીરની આસપાસના ગામડાઓમાં વન વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ પણ યોજવામાં આવી રહી છે. ગીરના જંગલમાં વન વિભાગ દ્વારા તારીખ 7 થી લઈને 11 નવેમ્બર સુધી રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં ગેરકાયદેસર સિંહ દર્શનની પ્રવૃત્તિઓ થતી હતી, તેવા ધારીના સેમરડી, વીરપુર, તાલાલાનાં ભોજદે, ગીર હડમતીયા, ઉનાના બાબરીયા ગીર ગઢડા તેમજ અમરેલીના લીલીયા ક્રાકચ વિસ્તારોમાં વન કર્મચારીઓ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. જો કોઈ પ્રવાસી જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ કરશે તો તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે
