રાજ્ય સરકાર મગફળીની ટેકાના ભાવ તરીકે ખરીદી કરશેઃમુખ્યમંત્રી વિજય રૂપાણી
Live TV
-
મુખ્યમંત્રીએ રાજય સરકારની મહત્વની યોજનાઓના ઉલ્લેખ કર્યો હતો અને આ યોજનાઓથી લોક કલ્યાણના અનેક આયામો સિદ્ધ કરી શકાશે એવો એકરાર કર્યો હતો
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ કે રાજ્ય સરકાર ચાલુ વર્ષ લાભ પાંચમથી એક હજાર રૂપીયાના ભાવે એક મણ મગફળીની ટેકાના ભાવ તરીકે ખરીદી કરશે. ધોરાજી તાલુકાના ફરેણી ગામે જોગી સ્વામી મહારાજના સપાદ શતાબ્દી જન્મજયંતી મહોત્સવમાં પત્રકારોને સંબોધતા તેમણે આ વાત જણાવી હતી. મુખ્યમંત્રીએ રાજય સરકારની મહત્વની યોજનાઓના ઉલ્લેખ કર્યો હતો અને આ યોજનાઓથી લોક કલ્યાણના અનેક આયામો સિદ્ધ કરી શકાશે એવો એકરાર કર્યો હતો. મુખ્યમંત્રીએ ''ગુજરાત ઓન ફાસ્ટ ટ્રેક''ની રાજ્ય સરકારની વિભાવના સ્પષ્ટ કરી હતી. આ અવસરે તેમણે રસિકલાલ ધારીલાલ સી.બી.એસ.ઈ. સ્કુલનું લોકાર્પણ કર્યુ હતું અને શાળાની મુલાકાત લઈ સભાને સંબોધી હતી. આ પ્રસંગે રાજ્યમંત્રી જયેશભાઇ રાદડિયા તેમજ મોટી સંખ્યામાં હરિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
