ગીર ગઢડામાં જાહેરમાં કોન્સ્ટેબલને ગાડીથી કચડવાનો પ્રયત્ન કરાયો, ઘટના CCTVમાં કેદ
Live TV
-
ભર બજારમાં બસ સ્ટેન્ડની નજીક એક ટાટા સુમો ગાડીએ પોલીસ કોન્સ્ટેબલને ગાડી નીચે કચડી નાખવાનો પ્રયત્ન કર્યો હતો.
ગીર ગઢડા પોલીસના કોન્સ્ટેબલ ઉપર ટાટા સુમો ગાડી ચડાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરતી ઘટનાથી ચકચાક મચી જવા પામી છે. ગીર ગઢડાના પોલીસ કોન્સ્ટેબલ રીતેષ પંડ્યા સમન્સ બજાવવા માટે પોતાના બાઈક પર જઈ રહ્યા હતા, ત્યારે ભરબજારમાં આ ઘટના બની હતી.
ભર બજારમાં બસ સ્ટેન્ડની નજીક એક ટાટા સુમો ગાડીએ પોલીસ કોન્સ્ટેબલને ગાડી નીચે કચડી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે આ ઘટના એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
સીસીટીવી પ્રમાણે જોવા મળી રહ્યું છે કે પોલીસ કોન્સ્ટેબલ આગળ ભાગી રહ્યા છે અને પાછળ ગાડી તેમને કચડી નાખવાનો પ્રયત્ન કરતી જોવા મળી રહી છે. આરોપી નરેન્દ્ર રમેશચંદ્ર પાટીલે પોતાની ગાડીથી કોન્સ્ટેબલને કચડવાનો પ્રયત્ન કર્યો હતો.
પોલીસ કર્મીની ફરજમાં રૂકાવટ ઉભી કરી તેમના પર હુમલો કરવાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ મામલે ગીર ગઢડા પોલીસે આઈ.પી.સી.ની કલમ 307, 186,504,427 મુજબ ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે.
