Skip to main content
Settings Settings for Dark

ગીર સોમનાથઃ ખેડૂતોના સંગઠને બનાવ્યો ધન્વંતરી કિસાન મોલ

Live TV

X
  • નકલી અને ભેળસેળ વાળા બિયારણ અને ખાતરોને લઈ ખેડૂતો હવે જાગૃત થયા છે. માટે જ ગીર સોમનાથ જિલ્લાનાં ઉના-ગીરગઢડાનાં 35 હજારથી વધુ ખેડૂતોનાં સંગઠન દ્વારા ઉનાનાં કેસરિયા ગામે કિસાન મોલ ખુલ્લો મુક્યો છે.

    નકલી અને ભેળસેળ વાળા બિયારણ અને ખાતરોને લઈ ખેડૂતો હવે જાગૃત થયા છે. માટે જ ગીર સોમનાથ જિલ્લાનાં ઉના-ગીરગઢડાનાં 35 હજારથી વધુ ખેડૂતોનાં સંગઠન દ્વારા ઉનાનાં કેસરિયા ગામે કિસાન મોલ ખુલ્લો મુક્યો છે. જેમાં અલગ અલગ ગામના ખેડૂતોએ મંડળી રચી અને પોતાનો કિસાન મોલ ચાલુ કર્યો છે. 

    ખેડૂતો આ મોલ પરથી સારૂ બિયારણ અને ખાતર તેમજ દવાઓ મેળવી શકશે. ઉનાનાં કેસરિયા ગામે ધન્વંતરી કિસાન મોલ ચાલુ થતા ઉના તથા ગિરગઢડા તાલુકાના ખેડૂતોને મોટો ફાયદો થશે. ઉચ્ચ ગુણવતા વાળું બિયારણ, ખાતર તેમજ જરૂરી જંતુનાશક દવાઓ અહીંથી વ્યાજબી ભાવે માર્ગદર્શન સાથે મળી શકશે. આ મોલની બીજી સારી સુવિધા એ પણ છે કે ખેડૂતો પોતાનું ઉત્પાદન પણ આ મોલ દ્વારા વહેંચી શકશે. પોતાની જણસને પ્રોસેસ કરીને પોતાની આવક પણ વધારી શકશે, ત્યારે આ મોલ ચાલુ થવાથી નકલી બિયારણની ખરીદીથી છૂટી શકશે. તેમજ પોતાના ઉત્પાદનના યોગ્ય ભાવ મેળવી પોતાની આવક બમણી કરી શકશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply