ત્રીજા નોરતે અંબાજીના ચાચર ચોકમાં ગરબાની રમઝટ જોવા મળી
Live TV
-
ગુજરાત ભરમાં ગરબા ભલે બંધ હોય પણ ત્રીજા નોરતે શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચરચોકમાં ગરબાની રમઝટ જોવા મળી હતી. ટુરિઝમ વિભાગ દ્વારા એક ડોક્યુમેન્ટરી ફિલ્મના શૂટિંગ માટે માં અંબાના ચાચરચોકમાં ગરબા કરવામાં આવ્યા હતા.

અંબાજીમાં દર વર્ષે ચાચર ચોકમાં ગરબાની રમઝટ જામતી હોય છે પરંતુ આ વર્ષે કોરોના મહામારીએ આ ગરબા પર મોટુ ગ્રહણ લગાવ્યુ છે. રાજ્ય સરકારે આપેલા આદેશ બાદ અંબાજી મંદિરમાં પણ આ વર્ષે ગરબા નથી થયા. જો કે ગુજરાત ટુરિઝમ વિભાગની એક ડોક્યુમેન્ટરી ફિલ્મના શૂટિંગ માટે નવરાત્રીના ત્રીજા નોરતે ચાચર ચોકમાં ગરબાની રમઝટ જામી હતી.
ડોક્યુમેન્ટ્રી ફિલ્મના શૂટિંગ માટે કરાયેલા આ ગરબાથી આખરે નવરાત્રીનું કરવઠું પણ પૂર્ણ થયું હતું. અંબાજીમાં નવરાત્રીને લઈ વધતા યાત્રિકોના ધસારાને ધ્યાનમાં રાખી માતાજી ની આરતી માં યાત્રિકોને પ્રવેશ નથી અપતો પણ મંદિર માં દર્શનના સમયમાં ચોક્કસ વધારો કરવામાં આવ્યો છે. જે મંદિર રાત્રીના 9 કલાકે બંધ થતુ હતુ તે હવે રાત્રી ના 11 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. યાત્રિકો સોશ્યિલ ડિસ્ટન્સ સાથે સેનેટાઇઝ થઈ માસ્ક પહેરી માતાજી ના દર્શન નો લાભ લે તેવી પણ વ્યવસ્થા કરવમાં આવી છે.