રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી આપવાની યોજનાનો PM મોદી શુભારંભ કરાવશે
Live TV
-
રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી આપવાની યોજના "કિસાન સર્વોદય યોજના" 24 ઓક્ટોબરે લોન્ચ થનાર છે. આ યોજનાનો શુભારંભ દેશના વડપ્રાધાન નરેન્દ્ર મોદી કરાવશે.
રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી આપવાની યોજના "કિસાન સર્વોદય યોજના" 24 ઓક્ટોબરે લોન્ચ થનાર છે. આ યોજનાનો શુભારંભ દેશના વડપ્રાધાન નરેન્દ્ર મોદી કરાવશે.
કિસાન સર્વોદય યોજના હેઠળ ખેડૂતોને દિવસે વીજળી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ઊર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતો માટેની આ મહત્વાકાંક્ષી કિસાન સર્વોદય યોજનાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 24મી ઓક્ટોબરે વર્ચ્યુઅલી જૂનાગઢ ખાતેથી શુભારંભ કરાવશે. આ યોજના હેઠળ રાજ્યના 17.25 લાખ ખેડૂતોને આવરી લેવાશે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે પ્રાથમિક તબક્કે દાહોદ, જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાના 1055 ગામડાઓને આવરી લેવાશે. હવે આ યોજના હેઠળ સવારે પાંચ વાગ્યાથી રાત્રીના 9 કલાક દરમિયાન વિજળી આપવાનો નિર્ણય કરાયો છે. જેથી ખેડૂતોને હવે રાત્રી દરમ્યાન પડતી મુશ્કેલીઓ ઓછી થશે.