રાજ્યમાં કોરોનાનુ સંક્રમણ અટકાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ
Live TV
-
રાજ્યમાં કોરોનાનુ સંક્રમણ અટકાવવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજય સરકારના સઘન પ્રયાસોના પરિણામે કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યુ છે. આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 1,126 કેસ નોંધાયા છે. સાથે આજે 1,128 દદીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થઈને પોતાના ઘરે ગયા છે. અત્યાર સુધીમાં રાજયના કુલ 1,43,929 દદીઓ સાજા થયા છે. રાજયનો સાજા થવાનો દર 88.93 છે. એ જ રીતે કોરોના ટેસ્ટીંગની ક્ષમતા પણ વધારવામાં આવી રહી છે. આજે રાજ્યમાં કુલ 52,915 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યની વસ્તીને ધ્યાને લેતા પ્રતિદિન 814.08 ટેસ્ટ પ્રતિ મિલીયન જેટલા થયા છે . રાજયમાં અત્યાર સુધી કુલ 54,79,536 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,40,559 વ્યક્તિઓને કવૉરેન્ટાઈન કરવામાં આવ્યા છે...જે પૈકી 5,40,293 વ્યક્તિઓને હૉમ કવૉરેન્ટાઈન છે અને 266 વ્યક્તિઓને ફેસીલીટી કવૉરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. રાજ્યમાં આજ રોજ કોવીડ-19 નાં કારણે કુલ 8 લોકોના મોત થયા છે.
