ગીર સોમનાથ કોડીનાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી પરિણામો આવ્યા
Live TV
-
ગીર સોમનાથ કોડીનાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી પરિણામો આવી ચૂક્યા છે. ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલનો પરાજ્ય થયો
ગીર સોમનાથ કોડીનાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી પરિણામો આવી ચૂક્યા છે. ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલનો પરાજ્ય થયો છે. કોડીનાર માર્કેટ યાર્ડની કુલ 14 પૈકી છ બેઠક પૈકી ચાર વેપારી અને બે ઈતર મંડળીની બેઠક પર ભાજપ પ્રેરિત ઉમેદવારો બિન હરિફ ચૂંટાયા છે. બાકીની 8 ખેડૂતોની બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત પેનલ વચ્ચે ચૂંટણી જંગ યોજાયો હતો. ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલના કેટલાક ઉમેદવારોની ડીપોઝીટ પણ જપ્ત થઈ હતી. તમામ બેઠક પર ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હતો.
