દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી એસટી નિગમે વધારાની બસો દોડાવવા નિર્ણય લીધો
Live TV
-
દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓ વતન ભણીની યાત્રા કરતા હોવાથી પ્રવાસીઓનો ધસારો જોવા મળતો હોય છે
દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓ વતન ભણીની યાત્રા કરતા હોવાથી પ્રવાસીઓનો ધસારો જોવા મળતો હોય છે. પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે અમદાવાદ સુરત અને રાજકોટથી વધારાની 750 બસો દોડાવવા નિર્ણય લીધો છે. એસ.ટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર દાહોદ પંચમહાલ અમદાવાદ ઉત્તર ગુજરાતના પ્રવાસીઓ માટે વધારાની બસ દોડશે. રાજકોટ ડિવીઝન દ્વારા 28 ઓકટોબરથી દાહોદ- ગોધરા માટે 50 જેટલી વધારાની બસ દોડશે. 1 લી નવેમ્બર થી રાજકોટ થી જામનગર સોમનાથ ભૂજ અને અમદાવાદ માટે પણ 50 વધારાની બસ દોડશે.
