જામનગર હાઈવે પેટ્રોલ પંપ પર પેટ્રોલિયમ પુરવઠા વિભાગે આકસ્મિક તપાસ કરતાં ગેરરીતી પકડી પાડી
Live TV
-
જામનગર જિલ્લાના લાલપુર ગામ નજીક હાઈવે પર આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલિયમ પુરવઠા વિભાગે આકસ્મિક તપાસ કરતાં ગેરરીતી થતી હોવાનું બહાર આવતાં રૂપિયા 22 લાખ 90 હજારની કિંમતના પેટ્રોલ-ડીઝલનો જથ્થો જપ્ત કર્યો હતો
જામનગર જિલ્લાના લાલપુર ગામ નજીક હાઈવે પર આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલિયમ પુરવઠા વિભાગે આકસ્મિક તપાસ કરતાં ગેરરીતી થતી હોવાનું બહાર આવતાં રૂપિયા 22 લાખ 90 હજારની કિંમતના પેટ્રોલ-ડીઝલનો જથ્થો જપ્ત કર્યો હતો. અધિકારીઓએ પેટ્રોલ પંપની મુલાકાત લીધી ત્યારે સરકાર દ્વારા નિયત કરેલા પેટ્રોલના ભાવ કરતાં વધુ ભાવ વસુલાતા હોવાનું કૌભાંડ બહાર આવતાં લાલ પુરના પેટ્રોલપંપને સીઝ કરવામાં આવ્યો હતો. આ જાણીને ગ્રાહકો પાસેથી પેટ્રોલ- ડીઝલના વધુ ભાવ વસુલતા પેટ્રોલ પંપ સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
