ગુજકેટની પરીક્ષા હવે 24 ઓગસ્ટે લેવાશે
Live TV
-
ગુજરાત શૈક્ષણિક બોર્ડે ડિગ્રી એન્જિનિયરિંગ, ડિપ્લોમા અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવાનારી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2020ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કર્યો
ગુજકેટની પરીક્ષા હવે 22 ઓગસ્ટના બદલે 24 ઓગસ્ટે લેવાશે. ગુજરાત શૈક્ષણિક બોર્ડે ડિગ્રી એન્જિનિયરિંગ, ડિપ્લોમા અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવાનારી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2020ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કર્યો છે. આ પરીક્ષા પહેલા 22 ઓગસ્ટ 2020ના રોજ યોજાવાની હતી. પરંતુ હવે આ પરીક્ષા 24 ઓગસ્ટે યોજાશે. ગણેશોત્સવ અને સંવત્સરીના તહેવારોને ધ્યાનમાં રાખીને બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષાની તારીખ બદલવામાં આવી છે. આ વર્ષે કુલ 1 લાખ 25 હજાર 781 વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે.
