ગુજરાતના ન્યાયતંત્રની માળખાગત સુવિધાઓને વધુ મજબૂત કરવા રુ.565 કરોડના પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ,ખાતમુહૂર્ત
Live TV
-
ગુજરાતના ન્યાયતંત્રની માળખાગત સુવિધાઓને વધુ મજબૂત કરવાના હેતુથી રુપિયા 565 કરોડના પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ પર્યાવરણની જાળવણી સાથે પ્રગતિનો મંત્ર ગુજરાતે અપનાવ્યો છે. ગુજરાતની ન્યાયપાલિકાઓ પણ એ દિશામાં કાર્યરત છે. દેસર તાલુકા કોર્ટ પરિસરમાં 2000 વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, ન્યાયાલયો સાથે ન્યાયતંત્રના કર્મચારીઓ માટે 62 કરોડના ખર્ચે આવાસો બનાવવામાં આવ્યા છે, જે ન્યાયપાલિકા ક્ષેત્રે સરકારની પ્રતિબદ્ધતા બતાવે છે.
