ગુજરાતના રાજ્યપાલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં 'ધ અવર ઓફ રેકગ્નિશન એન્ડ ડેડિકેશન' કાર્યક્રમ
Live TV
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં 'ધ અવર ઓફ રેકગ્નિશન એન્ડ ડેડિકેશન' કાર્યક્રમ યોજાયો.આ કાર્યક્રમ અરીઝ ખંભાતા બેનેવોલન્ટ ટ્રસ્ટ અને રસના ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરાયો હતો.
રાજ્યપાલએ અરીઝ ખંભાતા સિનિયર સિટીઝન હોમના 3D મોડલનું અનાવરણ કર્યું હતું. આ હોમ અમદાવાદ પારસી પંચાયત અને ટ્રસ્ટના સહયોગથી નિર્માણ પામશે.સમાજસેવા અને અન્ય ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર પારસી સમુદાયના શ્રેષ્ઠીઓને રાજ્યપાલના હસ્તે 'પારસી રત્ન' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.દેશના વિકાસમાં પારસી સમુદાયનું મોટું યોગદાન રહ્યું છે, જેઓ ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપીને સતત સન્માન પ્રાપ્ત કરે છે.સફળ વ્યક્તિ તે છે, જે બીજાનો બની જાય અથવા બીજાને પોતાના બનાવે.પારસી સમુદાય દૂધમાં સાકરની જેમ ભળી જઈને દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે.તેમણે ટાટા ગ્રૂપ (સ્ટીલ ફેક્ટરી, હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ, આધુનિક હોટલ) અને સીરમ ઇન્સ્ટિટ્યૂટના અદાર પૂનાવાલાના કોરોના વેક્સિન યોગદાનને યાદ કર્યા.આઝાદીની લડાઈમાં દાદાભાઈ નવરોજી અને 1971ની લડાઈમાં ફિલ્ડ માર્શલ શામ માણેકશાના યોગદાનનું સ્મરણ કર્યું.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'વિકાસ ભી, વિરાસત ભી'ના મંત્રમાં પારસી સમાજ સક્રિય યોગદાન આપતો રહેશે તેવી આશા વ્યક્ત કરી.AKBTના ફાઉન્ડર ટ્રસ્ટી પીરુઝ ખંભાતાએ રાજ્યપાલશ્રીના પ્રાકૃતિક કૃષિ અભિયાન અને રાજભવનને લોકભવન તરીકે જાહેર કરવાના નિર્ણયની પ્રશંસા કરી.
