Skip to main content
Settings Settings for Dark

ગુજરાતની છ મહા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય

Live TV

X
  • ગુજરાતમાં આજે મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે  ત્યારે ભાજપ તમામ છ મહાનગર પાલિકાઓમાં કમળ ખીલલવામાં સફળ રહ્યુ છે. સાથે સાથે આ ચૂંટણીમાં અર્બન વિસ્તારમાં કોંગ્રેસની સ્થિતિ સૌથી દયનીય થઇ ચુકી છે. જ્યારે આમ આદમી પાર્ટી સુરતમાં વિપક્ષ તરીકે પ્રસ્થાપિત થયુ છે અને એઆઇએમઆઇએમ પણ કોંગ્રેસના મત કાપીને લીડ મેળવવામાં સફળ રહ્યુ છે. આમ આ ચૂંટણીમાં ઘણા રાજકીય સમીકરણો બહાર આવ્યા છે. 
    ગુજરાતમાં ભાજપે જીતનો વિજયરથ ફરી એકવાર આગળ ધપાવ્યો છે એ પણ નવા રેકોર્ડ સાથે. છ મહાનગરપાલિકાઓમાં ક્યાંક 25 વર્ષનો રેકોર્ડ ભાજપે તોડ્યો, તો ક્યાંક અવિરત છઠ્ઠી વખત સત્તા મેળવીને ભાજપે રેકોર્ડ સર્જ્યો. 6 મનપાની 576 બઠકોમાંથી 450થી વધારે બેઠકો પર ભાજપે જીત મેળવી. 2015માં ભાજપ 389 બેઠક જીતી હતી. અને આ વખતે 450 પ્લસ બેઠકો પર ભાજપે જીત મેળવીને તમામ પક્ષોનાં સુપડા સાફ કરી નાંખ્યા છે. કોંગ્રેસ તો અમદાવાદ અને જામનગરને બાદ કરતાં ક્યાંય ડબલ ડિજિટમાં પણ ન આવી શકી. જ્યારે સુરતમાં તો કોંગ્રેસ ખાતું પણ ન ખોલાવી શકી.અમદાવાદમાં 192 બેઠકોમાંથી 150થી વધુ બેઠકો ભાજપનાં જ ફાળે આવી. સુરતમાં ભાજપે 120માંથી 93 બેઠકો જીતીને ડંકો વગાડી દીધો. ભાવનગરમાં ભાજપે 25 વર્ષનો રેકોર્ડ તોડીને 44 બેઠકો મેળવી ઇતિહાસ સર્જ્યો. જામનગરમાં 64 બેઠકોમાંથી 50 કબ્જે કરતાં સતત છઠ્ઠી વખત ભાજપનું સાશન સ્થપાયું. વડોદરામાં 76માંથી 69 બેઠકો ભાજપે જીતી ભાજપ ચોથીવાર સત્તામાં આવી. તો રાજકોટમાં 72 બેઠકોમાંથી 68 બેઠકો પર ભાજપે જીતી મેળવીને ભગવો લહેરાવ્યો છે. ભાજપને મળેલી બેઠકોનાં આંકડા જ દર્શાવે છે કે, ભાજપને જે બહુમતી મળી છે તેનાં ત્રીજા ભાગનાં મત પણ કોઇ એક પક્ષ મેળવી શક્યો નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply