ગુજરાતની ઝાયડ્સ કંપનીને કોરોના વેક્સિનના માનવ પરીક્ષણ માટે મળી મંજૂરી
Live TV
-
ગુજરાત ફાર્માસ્યુટિકલ કંપનીની મોટી ઉપલબ્ધિ - ગુજરાતના ફુડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ વિભાગના કમીશનરે કહ્યું આગામી 15 ઓગસ્ટ સુધીમાં ઝાયડસ ફાર્માસ્યુટિકલ બનાવી શકે છે કોરોનાની વેક્સીન
આગામી 15 ઓગસ્ટ સુધીમાં , કોરોનાની વેક્સિન લોન્ચ કરવાની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. દેશની અગ્રણી ભારત બાયોટેક કંપની દ્વારા પ્રથમ સ્વદેશી કોરાના વેક્સિન 'કોવોક્સિન' બનાવવામાં આવી છે. જેનું માનવ પરીક્ષણ 7 જુલાઈ સુધીમાં શરૂ કરવા માટે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ - I.C.M.R.ના D.G. એ પત્ર લખીને નિર્દેશ આપ્યો છે.
બીજી તરફ દેશની ઝાયડ્સ કંપનીને પણ કોવિડ-19 માટે તૈયાર કરાયેલી વેક્સિનનું માનવ પરીક્ષણ કરવા માટેની મંજુરી આપવામાં આવી છે. આમ દેશમાં હાલ બે ફાર્માસ્યૂટિકલ કંપનીઓની વેક્સિનને ક્લિનિકલ ટ્રાઈલની પરવાનગી આપવામાં આવી છે.
ભારત બાયોટેક કંપનીએ કોરોના વાયરસની વેક્સિન, 'કોવોક્સીન' બનાવી હોવાની સોમવારે જાહેરાત કરી હતી. આ અંગે ફુડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ વિભાગના કમિશનર , ડોક્ટર H.C કોશીઆ એ જણાવ્યું હતું , કે દેશમાં ગુજરાતના ફાર્મા ઉદ્યોગોએ વેક્સિન સંશોધન બાબતે ખુબ સારી મહેનત કરી છે. તેમણ માનવ પરીક્ષણમાં ખુબજ સકારાત્મક પરિણામ મળવાની આશા પણ વ્યક્ત કરી હતી.
