સુરતઃ વધતા કેસના પગલે 100 ધન્વંતરી રથ અને 200 વેન્ટિલેટર અપાશે
Live TV
-
મુખ્યમંત્રીએ ડાયમંડ અને ટેક્સટાઈલ ક્ષેત્રે વધતા કેસોને જોતા ચોક્કસ નિયમ ઘડવા પર મૂક્યો ભાર
સુરત શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને પગલે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતની આરોગ્ય સેવા સ્થિતિની સમીક્ષા અને જિલ્લા તંત્રની સજ્જતાનો ચિતાર મેળવવા માટે સુરત પહોંચ્યા છે. આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડોક્ટર જ્યંતિ રવિ પણ સુરતની મુલાકાતે છે. આવામાં મુખ્યમંત્રીની સુરત મુલાકાત ખુબ જ મહત્વપૂર્ણ છે. આ પહેલા કોરોના સંક્રમણને કાબુમાં લેવાના ભાગરૂપે છેલ્લાં 5 દિવસથી ડાયમંડ યુનિટને સંપૂર્ણ પણે બંધ કરવામાં આવ્યાં છે.
સુરતમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને નાથવા માટે રાજ્ય સરકારના પ્રયાસ શરૂ-મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ,સુરત શહેરમાં નિર્માણધીન 800 બેડની કિડની હોસ્પિટલ અને 600 બેડની સ્ટેમસેલ હોસ્પિટલને 100 કરોડના ખર્ચે ઝડપથી 2 કોવિડ હોસ્પિટલમાં કરાશે તૈયાર-સંક્રમણને રોકવા 145 જેટલા ધન્વંતરી રથ 500 જેટલા સ્થળોએ ફરી દર્દીઓને આપશે સારવાર- વધારે 200 વેન્ટીલેટર કરાશે ઉપલબ્ધ
સુરતમાં સતત વધી રહેલાં કોરોનાના કેસને જોતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓની ટીમ સુરત શહેરની મુલાકાતે પહોંચ્યાં હતા. જ્યાં તેમણે સુરતમાં થઈ રહેલ કોરોનાની કામગીરી અંગે સમીક્ષા કરી હતી.
મીડિયા સાથે વાતચીત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું , કે સુરતમાં કોરોનાને કાબુમાં લેવા માટે , પુરતા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું , કે સુરતમાં હેલ્થ ચેક અપ માટે 100થી વધારે ધન્વંતરી રથ ફેરવવામાં આવશે. 104 નંબર પર કોલ કરવાથી બે કલાકમાં ડોક્ટરની ટીમ દર્દીના ઘરે પહોંચી જશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, શહેરમાં ખાનગી હોસ્પિટલ પણ 50 ટકા બેડ આપી રહી છે. 6 થી 7 એજન્સીઓને હોસ્પિટલના કામે લગાડી છે.
ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગમાં સંક્રમણનો વધારો થયો હોવાનું જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, નિયમોનું ઉલ્લંઘન કરનાર હીરાના કારખાના અને ફેક્ટરીઓ બંધ કરવામાં આવશે. તેમજ ડાયમંડ ફેક્ટરીઓ અને ટેક્સટાઇલનો નિર્ણય આગામી સમયમાં કરવામાં આવશે.
