સુરેન્દ્રનગરઃ મંજૂરી વિના જંતુનાશક દવા બનાવતા શખ્સોની ધરપકડ
Live TV
-
સુરેન્દ્રનગર ખાતે મંજૂરી વિના, જંતુનાશક દવા બનાવતાં કેટલાક શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર S.O.G. પોલીસે બાતમીને આધારે વઢવાણ તાલુકાના વેળાવદર ગામે સુરેશભાઈ શાહના રહેણાંક મકાન ખાતે રેડ કરી હતી. જ્યાં S.O.G. ની ટીમને અલગ અલગ શંકાસ્પદ જંતુનાશક દવાનો જથ્થો મળી આવ્યો હતો.
આ સાથે એક આઇસર પણ મળી આવ્યું હતું. આ તમામ મુદ્દામાલની કુલ કિંમત 27 લાખ 31 હજાર થી વધારે થવા જાય છે. ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા જંતુનાશક દવાના સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યાનુસાર અહીં ઘણાં સમયથી આ જંતુનાશક દવાઓ બનાવવાનું કામ ચાલતુ હોય તેવું લાગી રહ્યું છે. જોકે તપાસ બાદ સમગ્ર મામલો સામે આવશે.
