Skip to main content
Settings Settings for Dark

પંચમહાલઃ નકલી માર્કશીટ કૌભાંડ મામલે વધુ 9 આરોપીઓની ધરપકડ

Live TV

X
  • પંચમહાલ જીલ્લામાં આઈ.ટી.આઈ.ની નકલી માર્કશીટ તેમજ સર્ટીફીકેટ બનાવવાના કૌભાંડ મામલે ગોધરા એસઓજી દ્વારા વધુ ૯ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

    સાથે જ ૫૦ ઉપરાંત નકલી માર્કશીટ તેમજ સર્ટીફીકેટ ઝડપી પાડ્યા છે. પંચમહાલ જિલ્લામાં હાલોલ ખાતે જીઆઈડીસીમાં મલ્ટીનેશનલ કંપનીઓ આવેલી છે. જેમાં આઈ.ટી.આઈ.ની લાયકત ધરાવતા ઉમેદવારોને મોટા પ્રમાણમાં રોજગારી આપવામાં આવી રહી છે.

    આ તકનો ગેરલાભ લઈને કેટલાક ભેજાબાજો દ્વારા આઈટીઆઈના ફીટર ટ્રેડના નકલી સર્ટીફીકેટ તેમજ માર્કશીટ બનાવી આપવાનું કૌભાંડ આચર્યું હોવાની ગોધરા એસઓજીને બાતમી મળી હતી.

    જે અનુસંધાને તપાસ કરતાં 20 જૂને પોલીસે ગોધરા તાલુકાના નદીસર ગામે આવેલા ગીતાંજલી ફોટો સ્ટુડીયોમાં રેડ કરી નકલી માર્કશીટ કૌભાંડના મુખ્ય સુત્રધાર ,, દિગ્વિજય સિંહ લાકોડને ઝડપી પાડ્યો હતો. આ અંગે વધુ તપાસ કરતાં વધુ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply