રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસ, 712 નવા કેસ નોંધાયા
Live TV
-
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 712 નવા કેસ નોંધાયા છે અને 21ના મોત થયા છે. તો છેલ્લા 24 કલાકમાં 473 દર્દીઓ સ્વસ્થ થયા છે.
છેલ્લા ત્રણ દિવસથી દેશમાં કોરોનાના દૈનિક સરેરાશ ૨૦,૦૦૦ થી વધુ કેસ નોંધાયા છે. દેશના અન્ય રાજ્યો જેવા કે આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગણા,દિલ્હી, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં પણ કોરોનાના દૈનિક કેસોમાં વધારો થઈ રહ્યો છે.
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 8057 છે, તો અમદાવાદ જિલ્લામાં 24 કલાકમાં 172 નવા કેસ નોંધાયા છે, તો સુરત જિલ્લામાં પણ 253 નવા કેસ નોંધાયા છે અને વડોદરા જિલ્લામાં 61 નવા કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં 9ના, સુરતમાં 4ના, રાજકોટમાં 4ના, મહેસાણામાં 1ના, અરવલ્લીમાં 1, કચ્છમાં 1 અને વલસાડમાં 1 એમ રાજ્યમાં કુલ 21ના મોત થયા છે.
