ગુજરાતની પ્રખ્યાત એવી સુમુલ ડેરીએ સુરત અને તાપી જિલ્લાના લાખો પશુપાલકોને આપી ભેટ
Live TV
-
આજે અખાત્રીજના પવિત્ર દિવસે સુરતની સુમુલ ડેરીએ પોતાના પશુપાલકોને ખુશીના સમાચાર આપ્યા છે. સુરત અને તાપી જિલ્લાના લાખો પશુપાલકો માટે બોનસની જાહેરાત કરવામાં આવી છે. સુમુલ દ્વારા પશુપાલકોને કિલોદીઠ 92 રૂપિયા બોનસ જાહેર કરાયું છે. 260 કરોડ રૂપિયાનુ બોનસ મંડળીના ખાતામાં 4 જૂને જમા થશે. આ સાથે જ આજથી ગાયના દૂધમાં કિલોફેટે 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેથી પહેલા કિલોફેટે 710 રૂપિયા ચુકવવામાં આવતા હતા ત્યારે હવે કિલોફેટે રૂપિયા 725 ચુકવાશે. તો ભેંસના દૂધમાં કિલોફેટે 5 રૂપિયાનો વધારો કરાતા રૂપિયા 725ની જગ્યાએ કિલોફેટે હવે 730 રૂપિયા ચુકવવામાં આવશે.
