રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર,અમરેલીમાં નોંધાયો સાર્વત્રિક વરસાદ
Live TV
-
અમરેલી જિલ્લામાં ધમધોખતી ગરમી વચ્ચે વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.રાજુલાના અગરિયા, નવા અગરિયા, માદરડી, ખાંભા, નાનુડી તેમ જ ગીરમાં વરસાદ પડ્યો હતો. તો આ તરફ ખેડૂતોમાં વરસાદના કારણે તલ, બાજરો, કેરી, દૂધળીને નુકસાન થવાની ભીતિ છે. સાવરકુંડલા તાલુકાના થોરડી, ઘનશ્યામ નગર, આદસંગ સહિત આસપાસના ગામડામાં વરસાદ પડ્યો હતો. તો ખાંભાના ભાણીયા,નાનુડી,પીપળવા, સહિત આસપાસના ગામડામાં વરસાદના કારણે રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા હતા. જ્યારે રાજુલાના મોટા આગરિયા,ધુડિયા આગરિયા, નવા આગરિયા સહિત ગામડામાં વરસાદ જોવા મળ્યો હતો.
