Skip to main content
Settings Settings for Dark

રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય,ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણાની ખરીદી માટે વધારાનો જથ્થો કરાયો મંજૂર

Live TV

X
  • ગુજરાતના ખેડૂતોના હિતમા કેન્દ્ર સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં રાજયના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણાની ખરીદી માટે વધારાનો જથ્થો મંજૂર કરાયો છે. ચણાની ખરીદી માટે નોંધાયેલ કુલ ૩ લાખ ૩૮ હજાર ૭૭૭ ખેડૂતો પૈકી અત્યાર સુધી ૨ લાખ ૬૫ હજાર ૨૯ ખેડૂતો પાસેથી ૪ લાખ ૨૩ હજાર ૬૭૫ મેટ્રિક ટન ચણાની ખરીદી કરાઈ છે. 

    કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણાના વધારાના જથ્થાની ખરીદી કરવા માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને દરખાસ્ત કરી હતી. તેને કેન્દ્ર સરકારે મંજૂર કરી છે. તે બદલ રાજ્યના ખેડૂતો વતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાનો ખુબ-ખુબ આભાર વ્યકત કર્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply