CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ સાયન્સ સિટી ખાતે યોજાયો 'એશિયા બિગેસ્ટ ટુરિઝમ એવોર્ડ 2022'
Live TV
-
અમદાવાદ સાયન્સ સિટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 'એશિયા બિગેસ્ટ ટુરિઝમ એવોર્ડ 2022' આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે એવોર્ડ વિજેતાઓને સૌને અભિનંદન પાઠવતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું, કોરોનાકાળમાં ટુરિઝમ સેક્ટરને ખૂબ મોટો ફટકો પડ્યો હતો પણ હવે આ સેક્ટરને સુખ જોવાનો સમય આવ્યો છે એટલે જ આ દુઃખ પછીનું સુખનો આનંદ છે. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં ટુરિઝમનો ગ્રોથ બે દાયકા પહેલાં 1.25 ટકા હતો. તત્કાલીન મુખ્યમંત્રી હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સતત માર્ગદર્શન અને પ્રયાસ થી આજે આ ગ્રોથ 18% પહોંચી ગયો છે. આમ આજે ગુજરાતે દરેક ક્ષેત્રે વિકાસ કર્યો તેમાં એક મહત્વનું ક્ષેત્ર પ્રવાસન ક્ષેત્ર પણ સતત પ્રગતિ કરી રહ્યું છે.આ પ્રસંગે ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, ડી.જી.પી. આશિષ ભાટિયા, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
