નવસારીની ઐતિહાસિક સયાજી વૈભવ લાઈબ્રેરીમાં 'વેકેશન વાચનોત્સવ'નો શુભારંભ
Live TV
-
"રમત જો તનનો ખોરાક છે તો, વાંચન મનનો ખોરાક"
મહારાજા સયાજીરાવ ગાયકવાડે 123 વર્ષ અગાઉ નવસારી શહેરમાં સયાજી વૈભવ લાઈબ્રેરીનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે નવસારીની ઐતિહાસિક સયાજી વૈભવ લાઈબ્રેરીએ અનેક સોપાન સર કર્યા છે. હવે સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલયમાં આ વર્ષે ફરીથી નવા ઉત્સાહથી બાળકોની રજાઓને તાજગીસભર બનાવવા ‘‘વેકેશન વાચનોત્સવ” નો શુભારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતી સાહિત્યના અત્યાધુનિક સમયગાળાના એક અગ્રિમ અને બહુપ્રશંનીય કવિ વિનોદ જોશીએ દીપ પ્રગટાવી ખુલ્લો મુકાયો છે. જાણીતા કવિ, લેખક અને વિવેચક વિનોદ જોશીએ શ્રી છંદોબદ્ધ ગીતો સાથે ‘સર્જકનો શબ્દ’ વિષય પર સમારોહમાં વાલીઓને માહિતગાર કર્યા હતા.
નવસારી સયાજી વૈભવ લાઈબ્રેરી 1 લાખ 40 હજારથી વધુ પુસ્તકો ધરાવતી લાઈબ્રેરી છે. આ લાઈબ્રેરીમાં 6 હજારથી વધુ સભ્યો જોડાયેલા છે.
બાળકો સારું સાહિત્ય વાંચશે તો પ્રતિભાવાન અને સંવેદનશીલ થશે અન્યથા માત્ર પાઠ્યપુસ્તકોના અભ્યાસથી અને સતત ડિજીટલ રમતો રમવાથી સંકુચિત થશે. આ વેકેશન વાંચનોત્સવ જેમાં બાળકો વાચવા જેવા પુસ્તકો, ફિલ્મો અને ૨મતો બાળકોના મનને પ્રફુલ્લિત કરવા સાથે એમને સમજદાર નાગરિક પણ બનાવશે. આ વર્ષની નવી પ્રવૃત્તિઓમાં નમન ક્રાંતિવીરોને (આઝાદીના લડવૈયાઓને) અને વીરબાળોને, વાર્તાલેખન અને વાર્તાકથન વર્કશોપ્સ તેમજ પુસ્તક વિશ્વમાં પખવાડિયું જેવા મૂલ્યવર્ધક પ્રોજેક્ટસ વિદ્યાર્થીઓના જીવનને નવી દિશા પણ આપશે.
આ અગાઉ, સરકાર દ્રારા બાળકો માટે વાંચે ગુજરાત જેવા કાર્યક્રમો પણ મોટા પાયે સફળ રહ્યાં છે.
