IIPH, કોવિડ- ૧૯માં આરોગ્ય, હોસ્પિટલ અને મીડિયા ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર ૧૭ વ્યક્તિઓનું મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે સન્માન કરાયું
Live TV
-
ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગર દ્વારા સંસ્થાના સ્થાપના દિને કોવિડ- ૧૯ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરનાર વ્યક્તિઓનો સન્માન સમારંભ કાર્યક્રમ આજરોજ સંસ્થાના ઓડિટોરિયમ હોલ, લેકાવાડા ખાતે યોજવામાં આવ્યો છે. શ્રેષ્ઠ કામગીરી કરનાર ૧૭ વ્યક્તિઓનું સન્માન ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું.
ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગર દ્વારા સંસ્થાના આજરોજ સ્થાપના દિન નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ થકી કોવિડ- ૧૯ દરમ્યાન આરોગ્ય, હોસ્પિટલ અને મીડિયા ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર ૧૭ વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી હતી. આ તમામ વ્યક્તિઓનું આજરોજ શાલ અને સન્માન પત્ર આપી મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંસ્થાના ડાયરેકટર ડૉ. દિલીપભાઇ માવલંકર સહિત આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
