ગુજરાતને મેડિકલ ટુરીઝમ હબ બનાવવાની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી રૂપાણી
Live TV
-
વૈશ્વિક કક્ષાની આરોગ્ય સેવાઓ ગુજરાતનાં આંગણે આપવાની દર્શાવી પ્રતિબદ્ધતા
અમદાવાદના બોપલ ખાતે સરસ્વતી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉદઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે રાજ્યની દશે દિશાઓમાં સ્વાસ્થ્ય-આરોગ્યનો વ્યાપ વિસ્તારી ગુજરાતને મેડિકલ ટુરિઝમનું હબ બનાવવાની નેમ વ્યક્ત કરી. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે રાજ્યમાં નવી મેડિકલ પોલિસી જાહેર કરીને તાલુકાથી શહેરી ક્ષેત્ર સુધી મલ્ટીસ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓનું ફલક વિસ્તારવાનો સરકારનો અભિગમ છે. વધુમાં તેમણે જણાવ્યું કે વસતિના માપદંડ પ્રમાણે રાજ્યમાં ડૉક્ટરોની સંખ્યા વધારી દુનિયાના સ્વાસ્થ્યના માપદંડ પ્રમાણે સ્પર્ધા કરવી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં નવી આરોગ્ય નીતિને પગલે મેડિકલની નવસો બેઠકો હતી તે વધીને 5 હજાર 500 જેટલી થઈ છે. છ નવી હોસ્પિટલોનું નિર્માણ કરાયું છે. આટલું જ નહીં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આઠ હજાર બેડની સગવડ વધારીને બાર હજાર બેડની કરાઈ છે. આ ઉદઘાટન પ્રસંગે ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ, કલેક્ટર ડો.વિક્રાંત પાંડે સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
