Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢમાં જિલ્લા પંચાયત અને જિલ્લા પોલીસ ભવનનું લોકાર્પણ

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યુ લોકાર્પણ

    ગીર સોમનાથ જિલ્લામાં રૂપિયા 45 કરોડના ખર્ચે નિર્માણ પામેલા જિલ્લા પંચાયત અને જિલ્લા પોલીસ ભવનનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ લોકાર્પણ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમાર અને જિલ્લા પ્રભારી મંત્રી જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા.જૂનાગઢ જિલ્લામાંથી છૂટા પડી અસ્તિત્વમાં આવેલા ગીર સોમનાથ જિલ્લામાં માળખાગત સુવિધાઓ વિક્ષે તે માટે સરકાર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી.ખાસ કરીને જિલ્લાની કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત અને જિલ્લા પોલીસ વિભાગ એક જ સંકુલમાં કાર્યરત થાય તે માટે આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.અને આખરે આ ત્રણેય ભવનનું રૂપિયા 45 કરોડના ખર્ચે નિર્માણ થઈ જતાં મુખ્યમંત્રીએ તેને ખુલ્લું મુક્યું હતું.આ પ્રસંગે બોલતા મુખ્યમંત્રીએ કહ્યું કે ત્રણેય વિભાગની કચેરી એક જ સ્થળે નિર્માણ પામતા પ્રજાની સુખાકારીમાં વધારો થશે.લોકોના સમય અને પૈસાનો વ્યય અટકાવવાના હેતુથી નવરચિત જિલ્લાઓનું નિર્માણ કરાયું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply