વલસાડ કોળી સમાજના વિદ્યાર્થી સન્માન કાર્યક્રમમાં મંત્રી કુંવરજી બાવળિયાએ આપી હાજરી
Live TV
-
વલસાડના કોળી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્ય સરકારના પાણી પુરવઠા અને પશુપાલન મંત્રી કુંવરજી બાવળીયાએ હાજરી આપી હતી.
આ પ્રસંગે 134 જેટલા તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને શિક્ષણ ક્ષેત્રે સમાજના લોકોને આગળ આવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. પત્રકારો સાથેની વાતચીતમાં કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ખુબ સારો વરસાદ પડ્યો છે જેને લઈને જળાશયો ભરાયા છે, જરૂરિયાત મુજબ ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવશે. અને સાથો-સાથ પીવાના પાણી માટેની યોજના બનાવવા માટે સરકાર ચિંતન કરી રહી છે.
